ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત

July 11, 2018 560

Description

ઉત્તરાખંડના પિથૌરાગઢ અને બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયુ છે. આકાશી આફતથી જિલ્લાની નાચનીમાં આવેલી રામ ગંગા નદી બે કાંઠે વહી રહી છે..તો નદીમાં જળસ્તર વધતા રામગંગા પુલ વહી ગયો.

નદીનાં પાણી રહેણાક વિસ્તારમાં ઘુસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આફતની વરસાદમાં જેસીબી મશીન અને બે કાર ડુબી ગઈ છે. તો બાગેશ્વર જિલ્લાના કપકોટ બ્લોકની સીમા પર તલ્લા જોહારમાં કાટમાળ ધસી આવ્યો છે. તો લોકોને પાણીમાંથી રસ્તો પાસ કરવાની ફરજ પડી છે..

Leave Comments