“ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર” ફિલ્મના કલાકારો સામે કોર્ટમાં ફરીયાદ

January 3, 2019 1385

Description

અનુપમ ખેરના લીડરોલ વાળી ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર રિલીઝ થયા બાદથી ફિલ્મ વિવાદમાં છે. હવે આ ફિલ્મના કલાકાર અનુપમ ખેર તથા અન્ય કો એક્ટર્સ વિરુદ્ધ બિહારની એક કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવાયું છે કે ફિલ્મ દ્વારા કેટલાક મોટા લોકોની છવિ ખરાબ કરવામાં આવી રહી છે. વકીલ સુધીર કુમાર ઓઝાએ મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આ કેસ ફાઈલ કર્યો. કેસની સુનાવણી 8 જાન્યુઆરીએ થશે.

Leave Comments