પ્રખ્યાત પંજાબી ગાયક દિલેર મહેંદી ભાજપમાં જોડાયા

April 26, 2019 1295

Description

તુનક…તુન…તુનક..તુન…તારારા. ફેમ પ્રખ્યાત પંજાબી ગાયક દિલેર મહેંદી ભાજપમાં જોડાયા છે. બોલીવુડ તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પંજાબ સિંગર દિલેર મહેંદી દિલ્હી ખાતે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી અને કેન્દ્રીયમંત્રી ડો. હર્ષવર્ધનની હાજરીમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

ભાજપ મહેંદીને પંજાબની કોઇ બેઠક પરથી મેદાનમાં ઉતારે તેવી પુરી શક્યતા જોવાઇ રહી છે. આપને જણવી દઇએ કે હાલમાં જ બોલીવુડ સ્ટાર સની દેઓલ પણ ભાજપમાં જોડા હતા અને પંજાબનાં ગુરદાસપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Leave Comments