આખરે 9 દિવસ બાદ વાયુસેનાના લાપતા AN-32 વિમાનનો પત્તો મળ્યો

June 11, 2019 905

Description

ભારતીય હવામાન વિભાગે ભારતીય વાયુસેનાના લાપતા થયેલા વિમાન એએન-32નો કાટ્માળ મળ્યો હોવાનું જણાવ્યું છે. જોકે હજી સુધી આ મામલે સત્તાવાર કોઈ જ જાણકારી આપવામાં આવી નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરૂણાચલ પ્રદેશના સિયાંગ જીલ્લાના એક ગામમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર એમઆઈ-17ને કાટમાળ જેવું કઈંક નજરે પડ્યું છે. જેના કારણે ભારતીય વાયુસેનાએ અરૂણાચલ પ્રદેશની પોલીસને આ બાબતેની જાણ કરી છે.

એરક્રાફ્ત લાપતા થયા બાદ જ ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર એમઆઈ-17 આ વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું હતું. છેક આજે મંગળવારે તેને આ દિશામાં સફળતા મળી હોવાનું લાગી રહ્યું છે.

હેલિકોપ્ટરની અરૂણાચલ પ્રદેશના સિયાંગ જીલ્લાના ગેટ ગામ નજીક વિમાનના કાટમાળ જેવું કંઈક નજરે પડ્યું છે. આ જાણકારી મળતા જ પોલીસ અને અન્ય સુરક્ષાબળ કાટમાળના લોકેશન પર પહોંચી રહ્યાં છે. ત્યાર બાદ આ મામલે પુષ્ટી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ક્રુ મેંબર સહિત એરફોર્સના 13 લોકો સાથે એએન-32 3 જૂને અસમના એરબેઝથી ઉડાન ભરી હતી અને તેનો સંપર્ક તે દિવસે જ લગભગ 1 વાગ્યે તુટી ગયો હતો.

ત્યાર બાદ એરક્રાફ્ટનો કોઈ જ સંપર્ક થઈ શક્તો નહોતો. તે અરૂણાચલ પ્રદેશના મેચુકા ઘાટીમાં આવેલા મેચુકા એડવાંસ્ડ લેંડિંગ ગ્રાઉન્ડ જઈ રહ્યું હતું.

Leave Comments