દિલ્હીના કરોલબાગમાં હોટલ અર્પિત પેલેસમાં ભીષણ આગ, 9નાં મોત

February 12, 2019 560

Description

દિલ્હીના કરોલબાગની અર્પિત હોટલમાં આગની ઘટના બની છે. લોકોએ જીવ બચાવવા માટે હોટલના ચોથા માળેથી છલાંગ લગાવી છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે. ઇમારતમાં અનેક લોકો ફસાયા છે.

જેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. 25 જેટલા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે 7 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.

Leave Comments