ઓરિસ્સા પહોંચ્યું ‘તિતલી’: ભારે વરસાદ, અનેક ઝાડ જમીનદોસ્ત

October 11, 2018 3110

Description

ઓડિશા તરફ આગળ વધી રહેલાં ચક્રવાતી તોફાન તિતલીએ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. અને આ ચક્રવાતી તોફાન આગામી 18 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.  હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુરુવારે બપોર સુધીમાં ભારતીય તટ પર તિતલી દસ્તક દઇ દેશે. બંગાળની ખાડી પર ભારે દબાણનું ક્ષેત્ર હવે તિવ્ર થઇને ચક્રવાત તિતલીમાં પરિવર્તિત થઇ ગયું છે.

અને ઓડિશા-આંધ્રપ્રદેશનાં તટિય ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યું છે. તિતલી ચક્રવાતને પગલે ઓડિશામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગુરુવાર સુધીમાં આ વરસાદ ભારેથી અતિભારે થઇ શકે છે. સાથે જ, દરિયામાં પણ મોજા ઉછાળા મારી રહ્યા છે વરસાદની સાથે 120થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

હાલમાં તોફાન આંધ્રનાં શ્રીકાકુલમ તટથી 125 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગે ઓડિશામાં 2 દિવસ માટે રેડ એલર્ટ, આંધ્રમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરામાં ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Leave Comments