બંગાળના અખાતમાં ‘બુલબુલ’ વાવાઝોડું બન્યું વધુ વિકરાળ

November 10, 2019 2420

Description

ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનાં કિનારાનાં વિસ્તારોમાં ઝડપી હવા અને ભારે વરસાદનાં કારણે બનેલું વાવાઝોડું હવે કોલકાતામાં પોતાની અસર બતાવી રહ્યું છે. કોલકાતામાં આ વાવાઝોડાનાં કારણે ઝડપી પવન અને ભારે વરસાદ ચાલી રહ્યો છે.

આ શક્તિશાળી વાવાઝોડાનાં કારણે રાજ્યમાં અનેક સ્થાન પર વૃક્ષો પડ્યા હોવાનાં સમાચાર છે, તો અનેક જગ્યાઓ પર રોડ સંપર્ક તૂટી ગયો છે. સમાચાર એજન્સી ભાષાનાં જણાવ્યા પ્રમાણે વૃક્ષો પડવાથી રાજ્યમાં અત્યાર સુધી એક વ્યક્તિનાં મોતનાં પણ સમાચાર છે.

Leave Comments