કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર અને ગરીબી વધી : માયાવતી

January 12, 2019 485

Description

લખનઊમાં સંયુક્ત પ્રેસ વાર્તામાં કૉંગ્રેસ ગઠબંધનમાં સામેલ ના હોવાને લઇને માયાવતીએ કહ્યું કે, “આઝાદી પછી ઘણા લાંબા સમય સુધી કૉંગ્રેસ પાર્ટીએ રાજ કર્યું. ગરીબ, મજૂરો, ખેડૂતો અને વ્યાપારીઓ આમનાં શાસનમાં પરેશાન થયા છે. આવા સમયે બીએસપી અને એસપી સહિતની પાર્ટીઓ ઊભી થઈ. કેન્દ્ર અથવા રાજ્યમાં સત્તા ચાહે બીજેપી પાસે હોય કે કૉંગ્રેસ પાસે, વાત એક જ છે.” આ તક પર માયાવતીએ કહ્યું કે, “કૉંગ્રેસ ગઠબંધનમાં સામેલ થાય તો એસપી અને બીએસપીને કોઇ જ ફાયદો નથી. તેમનાં મોટાભાગનાં વૉટ ટ્રાન્સફર થતા નથી. બીજેપી અથવા જાતિવાદી પાર્ટીઓને તેમના વૉટ જતા રહે છે, અથવા વિચારીને કરવામાં આવેલા રણનીતિ પ્રમાણે બીજે જતા રહે છે. અમારા જેવી ઇમાનદાર પાર્ટીઓને કોઇ લાભ મળતો નથી. આનો કડવો અનુભવ 1996ની વિધાનસભા ચૂંટણીમાં થયો હતો.” માયાવતીએ કહ્યું કે, “અમેઠી અને રાયબરેલી બંને સીટો કૉંગ્રેસની સાથે વગર કોઈ ગઠબંધન કરે છોડી દેવામાં આવી છે.”

Leave Comments