પુલવામા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના અથડામણ

February 12, 2019 1535

Description

જમ્મુ અને કશ્મીરનાં પુલવામા જીલ્લાના રત્નિપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના અથડામણ. છેલ્લા ઘણા દિવસથી કાશ્મીરમાં શાંતી ડહોળવાનો ભરપૂર પ્રયાસ થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે કાલે ઉરી અર્મી કમ્પ નજીક સંદિગ્ધ હિલચાલ જોવામાં આવી હતી.

તો શ્રીનગર લાલ ચોક પાસે સુરક્ષાદળોની ચેક પોસ્ટને ગ્રેનેડ હુમલાની નિશાન બનાવવામાં આવી હતી. સુરક્ષાદળો દ્રારા કાશ્મીરમાં ચાલી રહેલા સતત ઓપરેશનો અને આતંકીનાં ખાતમા માટેનાં સેના અભિયાનનાં આફટ શોક તરીકે જોવામાં આવી રહ્યું છે.

સુરક્ષાદળોએ માહિતીનાં આધારે પુલવામામાં 2 આતંકીઓનો ઘેરી લીધા હતા. સુરક્ષાદળોની હાજરીથી વ્યતિત આતંકીઓ દ્રારા સેના પર ફાયરીંગ શરૂ કરવામાં આવ્યું હતું. સેનાનાં ઓપરેશનમાં એક આર્મી જવાન શહિદ થયા છે. સેના અને આતંકી વચ્ચે ચાલી રહેલી ગોળીબારીમાં 1 આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.

તો આર્મીનાં 2 જવાનો બાલજીત સિંહ અને સનિદ નામનાં જવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ સ્થાનિકો દ્રારા સેના પર પથ્થરમારો પણ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનાં પથ્થરમારાથી વાતાવરણમાં તંગદિલી વધી છે.

Tags:

Leave Comments