CDS બિપિન રાવતની પાકિસ્તાનને ચેતવણી

January 16, 2020 425

Description

ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે દુનિયાને આતંકવાદ મુક્ત કરવા માટે આતંકવાદીઓ અને તેમનો સાથ આપનારાઓ સાથે કડક કાર્યવાહી કરવી પડશે. નવી દિલ્હીમાં આયોજીત બે દિવસીય રાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં જનરલ રાવતે કહ્યુ છે કે આતંકવાદને અમેરિકાની પદ્ધતિએ જ પરાસ્ત કરી શકાય છે.

આ કાર્યક્રમમાં તેમણે દેશમાં લોકોને કટ્ટર બનાવવાના મામલે, કાશ્મીરમાં પથ્થરબાજી અને કાશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગ જેવા ગંભીર સવાલોના પણ જવાબ આપ્યા છે.

જનરલ રાવતે કહ્યુ છે કે સ્કૂલ, કોલેજોમાં પણ લોકોને કટ્ટરતાના પાઠ ભણાવાય રહ્યા છે. દેશમાં ઘણા સ્થાનો પર રેડિકલાઈઝેશનનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જનરલ રાવતે કહ્યુ છે કે સેના કાશ્મીરમાં પથ્થરબાજ પથ્થર ઉઠાવા ઝુકે છે, માટે તેમના ચહેરા પર પેલેટ ગનનો પ્રહાર થાય છે.

Leave Comments