ફેબ્રુઆરી સુધી ઓછામાં ઓછી અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે

October 20, 2020 3380

Description

ભારતમાં આગામી ફેબ્રુઆરી સુધી ઓછામાં ઓછી અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. એટલે કે ફેબ્રુઆરી 2021 સુધી ઓછામાં ઓછા 65 કરોડ ભારતીયો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા હશે. આ અંદાજ છે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી નિષ્ણાતોની પેનલનો. પેનલના મહત્વના સભ્યએ સોમવારે માહિતી આપી હતી.

જો કે, પેનલ એમ પણ કહે છે કે આટલી મોટી વસ્તીનો ચેપ રોગચાળાની ગતિ રોકવામાં મદદ કરશે. સરકારી પેનલના સભ્ય અને આઈઆઈટી કાનુપરના પ્રોફેસર મનિન્દર અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમારા ગાણિતિક મોડેલનો અંદાજ છે કે હાલમાં દેશની લગભગ 30 ટકા વસ્તી સંક્રમિત થઈ ગઈ છે અને ફેબ્રુઆરી સુધીમાં આ આંકડો 50 ટકા સુધી પહોંચી જશે.”

Leave Comments