સંસદનાં બજેટ સત્રમાં આજનો દિવસ લોકસભામાં હંગામાનો દિવસ બની રહ્યો

February 12, 2019 695

Description

ચાલી રહેલા સંસદનાં બજેટ સત્રમાં આજને દિવસ લોકસભામાં હંગામાનો દિવસ બની રહ્યો છે. છેલ્લા કેટલા દિવસથી રાજકીય ગરમાવાનું એપી સેન્ટર બનેલ રાફેલ મામલે કેગનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

રાફેલ મામલે કેગનો રિપોર્ટ પર ફરી લોકસભામાં હંગામો ઉભો થયો હતો અને કોંગ્રેસ દ્રારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્રારા રાફેલ મામલે સતત JPCની માંગ કરવામાં આવી હતી.

તો આ બધા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્રારા કેગનાં રિપોર્ટને ‘ચોકીદાર ઓડિટર જનરલ’ રિપોર્ટ ગણાવ્યો હતો. અને આરોપ મૂક્યો હતો કે હાલના કેગનાં રાજીવ મહર્ષિ પાસેથી સાચા રિપોર્ટની અપેક્ષા રાખી શકાશે નહીં.

તમામ હંગામા વચ્ચે લોકસભા અધ્યક્ષા દ્રારા ગૃહ સ્થગીત કરવામાં આવ્યું હતું.

Leave Comments