દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં કાર્યકરોને બારકોડ પર એન્ટ્રી

January 11, 2019 1250

Description

આજથી બે દિવસ ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દિલ્હી ખાતે મળી છે. આ બેઠકમાં PM મોદી અને અમિત શાહ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ હાજરી આપી છે . લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી જીતવાનો આ બેઠકમાં પ્લાન તૈયાર કરાશે.જોકે આ કારોબારીમાં સિલેક્ટેડ કાર્યકરોને બારકોડ ઉપર જ એન્ટ્રી આપવામાં આવી.

આ બેઠક દિલ્હીના રામલીલા મેદાનમાં મળી છે. દેશભરમાંથી 12 હજાર જેટલા કાર્યકરો હાજર રહ્યા છે . જેમાં ગુજરાતના 600 જેટલા કાર્યકરો કારોબારીમાં ભાગ લેવા માટે દિલ્હી પહોચ્યા હતાં. આ કારોબારી બેઠકમાં ઉમેદવાર પસંદગી અને બુથ સ્તર સુધીનું આયોજન કરવામાં આવશે.

Tags:

Leave Comments