અયોધ્યા કેસ બંને પક્ષોનો ધર્મનો સવાલ

November 8, 2019 410

Description

કોઈ પણ સમયે અયોધ્યા મૂદ્દે ઐતિહાસિક ચૂકાદો આવી શકે છે, જેને લઈ અયોધ્યાની ચારેય તરફ કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ ઐતિહાસિક ચૂકાદાને લઈ યોગી સરકાર સહિત પ્રસાશન હાઈ એલર્ટ પર આવી ગયુ છે..

ઐતિહાસિક ચૂકાદાને લઈ ઉતરપ્રદેશના મોટાભાગના જિલ્લામાં કલમ 144 લગાવાઈ છે. તો સુરક્ષાને લઈ 8 અસ્થાયી જેલ પણ બનાવવામાં આવી છે. લખનૌના પણ સામાન્ય જનજીવન વચ્ચે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે…ત્યારે ‘સંદેશ ન્યૂઝે’ અયોધ્યાની પળેપળની ચિતાર મેળવી હતી.

Leave Comments