અક્ષય દુનિયાભરનાં સૌથી વધુ કમાણી કરનાર હિરોમાં 33માં નંબરે

July 11, 2019 860

Description

ફોર્બ્સે દુનિયાભરનાં વર્ષમાં સૌથી વધુ કમાણી કરતા સેલેબ્સની યાદી બહાર પાડી છે. એમાં ભારતમાંથી આ વખતે એક જ બોલિવૂડ હિરો અક્ષય કુમાર એમાં જગ્યા બનાવી ચૂક્યો છે. આ વખતે સલમાન ખાન પણ આ લિસ્ટમાંથી બહાર નીકળી ગયો. ઉલ્લેખનીય છે કે આ લિસ્ટમાં ક્યારેક ભારતનાં 4 અભિનેતા સલમાન, આમિર, શાહરૂખ અને અમિતાભ સામેલ હતા.

અક્ષય કુમાર દુનિયાભરનાં સૌથી વધુ કમાણી કરનાર હિરોમાં 33માં નંબર પર આવ્યો છે. તેણે એક વર્ષમાં 445 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ તેણે હોલિવૂડનાં પણ ઘણા નામી કલાકારોને કમાણીના મામલે પાછળ છોડી દીધા છે.

Leave Comments