પીએમ મોદી કંઇ પણ કરે, સુરજેવાલાનાં પેટમાં દુ:ખવા માંડે છે. અમિત શાહ

October 9, 2019 275

Description

કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે હરિયાણાનાં કૈથલથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી. આ દરમિયાન અમિત શાહે કલમ 370થી લઇને ત્રણ તલાક જેવા મુદ્દાઓ પર કૉંગ્રેસને ઘેર્યું છે. સાથે જ શાહે કૈથલથી કૉંગ્રેસનાં ઉમેદવાર અને રાષ્ટ્રિય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાને પણ નિશાને લીધા છે.

પીએમ મોદી કંઇ પણ કરે, સુરજેવાલાનાં પેટમાં દુ:ખવા માંડે છે

અમિત શાહે કહ્યું કે, “પીએમ મોદી કંઇ પણ કરે, સુરજેવાલાનાં પેટમાં દુ:ખવા માંડે છે. તેઓ દુ:ખાવાની દવા ક્યાંથી લાવે છે?” ઉલ્લેખનીય છે કે સુરજેવાલા કૉંગ્રેસનાં રાષ્ટ્રિય પ્રવક્તા છે અને મોદી સરકાર તેમજ બીજેપીની વિરુદ્ધ તમામ મુદ્દાઓ પર પાર્ટીનું વલણ રાખે છે અને સરકારની ટીકા કરે છે. અમિત શાહે આગળ કહ્યું કે, “પીએમ નરેન્દ્ર મોદીએ દુનિયામાં દેશનું સમ્માન વધાર્યું છે. નરેન્દ્ર મોદીને જે દુનિયાભરમાં સંમામ પ્રાપ્ત થાય છે, તે સમ્માન મોદીનું નહીં, ભાજપનું નથી, તે સંમાન સવા સૌ કરોડ દેશવાસીઓનું છે.”

અમિત શાહે કહ્યું કે, “અમેરિકામાં Howdy Modi કાર્યક્રમ થયો અને આખા વિશ્વએ પીએમ મોદીની પ્રશંસા કરી. પીએમ મોદીએ ભારતનું સંમાન દુનિયામાં વધારવાનું કામ કર્યું છે. એટલા સુધી કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મોદી માટે આવેલી ભીડ જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા.” સુરજેવાલાને ટાર્ગેટ કરવા ઉપરાંત અમિત શાહે રાહુલ ગાંધીને પણ નિશાને લીધા છે. શાહે કહ્યું કે, “કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ કાશ્મીરથી કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો.” શાહે રાહુલ ગાંધીને પુછ્યું કે, “તેઓ હરિયાણા આવીને જણાવે કે તેઓ કલમ 370 સાથે છે કે વિરુદ્ધ?”હરિયાણાની 90

વિધાનસભા સીટો માટે 21 ઑક્ટોબરનાં મતદાન

કાશ્મીરની સાથે જ આતંકવાદ અને પાકિસ્તાનની વિરુદ્ધ મોદી સરકારનાં કડક પગલાનો પણ અમિત શાહે ઉલ્લેખ કર્યો. શાહે કહ્યું કે, “મોદીનાં રાજમાં પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓ મારી પાડ્યા અને જવાનોની શહાદતનો બદલો લેવામાં આવ્યો.” ઉલ્લેખનીય છે કે હરિયાણાની 90 વિધાનસભા સીટો માટે 21 ઑક્ટોબરનાં મતદાન થવાનું છે, ત્યારબાદ 24 ઑક્ટોબરનાં મતગણતરી કરવામાં આવશે.

Leave Comments