કોરોના કહેર વચ્ચે દેશના 21 રાજ્યોમાં એક સર્વે કરવામાં આવ્યો

July 29, 2021 560

Description

કોરોના કહેર વચ્ચે દેશના 21 રાજ્યોમાં એક સર્વે કરવામાં આવ્યો.. જેમાં દેશની બેતૃતિયાંશ વસ્તીમાં એન્ટિબોડિ ડેવલોપ થઇ હોવાનું સામે આવ્યું છે.. જેમાં મધ્ય પ્રદેશની વસ્તીમાંમાં સૌથી વધુ 79 ટકા એન્ટિબોડી વિકસ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેરળમાં માત્ર 44.4 ટકા વસ્તીમાં એન્ટિબોડી વિકસ્યા છે.. હાલ દેશમાં કેરળમાંથી સૌથી વધારે સંક્રમણના કેસ આવી રહ્યાં છે.. ત્યારે કેરળમાં એન્ડિબોડીનો ઓછો રેશિયો ચિંતા વધારનારો છે.. ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ તરફથી 14 જૂનથી 16 જૂલાઇ વચ્ચે કરાયેલ સિરોસર્વેનો રિપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપવામાં આવ્યો.. દેશમાં 70 જિલ્લામાં ICMRએ આ ચોથો સિરોસર્વે કર્યો છે.. સ્વાસ્થ્ય મંત્રાલાય રાજ્યો ને પણ ICMRના દિશા નિર્દેશો પ્રમાણે સીરોપ્રિવલેંસ સ્ટડી કરવા અનુરોધ કર્યો છે.. આ સીરોસર્વેના પરિણામો કોરોનાને નિયંત્રણ લાવવામાં ઉપયોગી થઇ શકે છે..

 

Leave Comments

News Publisher Detail