મુંબઈમાં ભારે વરસાદના કારણે ટ્રેનો રદ, ઠેર ઠેર પાણી ભરાયા

July 11, 2018 425

Description

મુંબઈમાં વરસાદ છેલ્લા 4 દિવસથી કહેર વરસાવ્યા બાદ વરસાદે વિરામ લીધો છે.તો થોડા કલાકોમાં પાણી ઓસરી જતા ટ્રેન વ્યવહાર પર રાબેતા મુજબ શરૂ થશે. જો કે હાલ શહેરના અનેક વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે અને આગામી 24 કલાકમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સંજોગોમાં દરિયામાં હાઇટાઇડ એલર્ટની જાહેરાત પણ કરાઈ છે.

ભારતીય મોસમ વિભાગનું અનુમાન છે કે 13 જુલાઈ સુધી મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. આ વરસાદનો માર ગ્રેટર મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરને સૌથી વધારે પડશે. હાલમાં ભારે વરસાદને પગલે વાશી અને વિરાર વચ્ચેની લોકલ ટ્રેન સેવા રોકી દેવામાં આવી છે અને શાળા કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે..

Leave Comments