જમ્મુ કાશ્મીરમાં થયેલ હિમ સ્ખલનમાં 3 જવાન શહીદ

January 14, 2020 1610

Description

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં છેલ્લા 48 કલાકથી હિમવર્ષા થઈ રહી છે. કુપવાડાના માછીલ સેક્ટરમાં ભારે હિમસ્ખલન થયું. આ હિમસ્ખલનમાં ત્રણ જવાન શહીદ થયા છે. બરફના તુફાનમાં 5 જવાન દબાણા હતા. જેમાંથી ત્રણ જવાન શહીદ થયા. જ્યારે અન્ય 2 જવાનોની શોધખોળ ચાલી રહી છે.

કુપવાડાના માછીલ સેક્ટરમાં આવેલા બંકરમાં ફસાયા હતા. જ્યારે કાશ્મીર ઘાટીમાં હિમસ્ખલનથી 5 લોકોના મોત થયા છે. રામપુર અને ગુરેજ સેક્ટરમાં ઘણી જગ્યાએ હિમસ્ખલન થયું છે. આ હિમસ્ખલનની ચપેટમાં અનેક મકાનો આવ્યા હતા. આ ઘરો પણ હિમસ્ખલનથી ક્ષતિગ્રસ્ત થયા છે. સેનાના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી છે.

 

 

Leave Comments