5મી ઓગસ્ટે ભૂમિપૂજનમાં 175 અતિથિઓને કરાયા છે આમંત્રિત, જાણો મહાનુભાવોના નામ

August 1, 2020 410

Description

લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી વીડિયો કોન્ફરન્સિંગથી અયોધ્યા ખાતે રામમંદિરનાં ભૂમિપૂજનનો કાર્યક્રમ જોશે. પ્રશાસન દ્વારા 10 વરિષ્ઠ નેતાઓને ભૂમિપૂજનનો કાર્યક્રમ જોવા માટે વીડિયો કોન્ફન્સિંગની વ્યવસ્થા કરવામાં આવશે.

ભૂમિપૂજનના કાર્યક્રમમાં અવધેશાનંદ સરસ્વતી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, રામભદ્રાચાર્ય, ઈકબાલ અંસારી, વિનય કટિયાર સહીતના 175 અતિથિઓને નિમંત્રિત કરાયા છે.

જો કે ભૂમિપૂજનમાં કોઈ કેન્દ્રીય પ્રધાન સામેલ થવાના નથી. વય, સ્વાસ્થ્ય અને કોરોનાના સંકટને કારણે અડવાણી અને મુરલી મનોહર જોશીની અયોધ્યા આવવાની સંભાવના પહેલેથી જ ન હતી.

Leave Comments