વર્લ્ડ ચેમ્પિયન એમ.સી. મેરીકોમ સેમીફાઈનલમાં પ્રવેશી

November 21, 2018 2510

Description

મહિલા બોક્સિંગમાં પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમે વર્લ્ડ મહિલા ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. મેરીકોમે ચીનની બોક્સર કા યુ વુને હરાવીને ટૂર્નામેન્ટની બહાર કરી દીધી છે. આ સાથે જ મેરી કોમે વર્લ્ડ મહિલા બોક્સિંગમાં પોતાનો સાતમો મેડલ પાક્કો કર્યો છે.

જો કે ભારતની જ બોક્સર મનિષા મૌને 54 કિલોગ્રામ વર્ગમાં હારનો સામનો કરવો પડ્યો છે. મેરીકોમનો મુકાબલો હવે ગુરુવારે ઉત્તર કોરિયાની કિ હયાંગ મિ કિમ સાથે થશે. જેને મેરી કોમે ગયા વર્ષે એશિયન ચેમ્પિયનશીપમાં હરાવી હતી.

Leave Comments