હાલમાં ટ્વિટર પર એક વીડિયો ખૂબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક સૈનિકો ફિલ્મ ‘શહીદ’ નું ‘એ વતન’ ગીત ગાતા નજરે પડી રહ્યા છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, આ સૈનિકો બીજા કોઈ નહીં પણ રશિયન સૈન્યના કેડેટ્સ હતા, જેઓ ‘એ વતન, એ વતન હમકો તેરી કસમ, તેરી રાહોં મેં જાન તક લુંટા જાએંગે’ ગીત ગાતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં બ્રિગેડિયર રાજેશ પુષ્કર પણ ત્યાં ઉપસ્થિત છે, જે મોસ્કોમાં ભારતીય દૂતાવાસના સૈન્ય સલાહકાર છે. ત્યારે આવો સાંભળીએ રશિયન સૈન્યના કેડેટ્સ દ્વારા ગાવામાં આવેલું ભારતીય દેશભક્તિનું આ ગીત.
Leave Comments