USA રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે મહાભિયોગ પર ચર્ચા

January 22, 2020 815

Description

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે મહાભિયોગની સુનાવણી અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં શરૂ થઈ છે. જે દરમિયાન ડેમોક્રેટિક અને રીપબ્લિક સાંસદોએ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવ્યા હતા. સાક્ષીને લઈને ગૃહમાં સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

ત્યારે ડેમોક્રેટિક સાંસદોએ સીનેટના નેતા મિચ મેકકોનેલ પર આરોપ લગાવ્યો કે તે આ પ્રક્રિયા માટે પ્રસ્તાવિત નિયમ લાવીને મામલાને દબાવવાની કોશીશ કરી રહ્યા છે. મહત્વનું છે કે, મહાભિયોગની કાર્યવાહી માટે રીપબ્લિકન મેકકોનેલે કેટલાક પાયાના નિયમ પ્રસ્તાવિત કર્યા છે.

મેકકોનેલના પ્રમાણે પહેલા તબક્કામાં સાક્ષી અને પ્રમાણ પર કેટલાક આકરા પ્રતિબંધ લાગુ થશે, અને મામલાને ઝડપથી આગળ વધારવામાં આવશે. વધુમાં એમ પણ કહ્યુ કે, તેઓ આ નિયમને બદલવાની ડેમોક્રેટ સાંસદોના પ્રયત્નને તરત જ રોકી દેશે.

Leave Comments