અમેરિકાએ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે માર્યો જોરદાર તમાચો..

August 13, 2019 1340

Description

કાશ્મીર મુદ્દા પર અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. અમેરિકન મેનેજમેન્ટે કહી દીધું છે કે કાશ્મીર ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો છે. અમેરિકા તેમાં કોઇ દખલ કરશે નહીં. અમેરિકાએ મધ્યસ્થતા કરવાની ઘસીને ના પાડી દીધી છે.

ભારતીય રાજદૂત હર્ષવર્ધન સિંગલાના હવાલે આ સમાચાર આવ્યા છે. અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન સિંગલાએ કહ્યું કે અમેરિકા પોતાની જૂની નીતિ પર ચાલવા માંગે છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત અને પાકિસ્તાન એક સાથે મળીને આ મુદ્દાને ઉકેલવાની કોશિષ કરે.
રાજદૂત હર્ષવર્ધને કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે જો ભારત અને પાકિસ્તાન ઇચ્છે તો તેઓ મધ્યસ્થતા કરી શકે છે. પરંતુ ભારતનું સ્પષ્ટ વલણ છે કે કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે તેના પર નિર્ણય માત્ર બે દેશો જ કરી શકે છે. ભારતનું કાશ્મીર પર હંમેશાથી વલણ સ્પષ્ટ રહ્યું છે કે આ એક આંતરિક મુદ્દો છે, તેના પર કોઇ ત્રીજા દેશની દખલ સ્વીકારાશે નહીં.
Tags:

Leave Comments