પાકિસ્તાન પીઓકેમાંથી કાશ્મીરીઓને ધકેલે છે એલઓસી તરફ

September 9, 2019 710

Description

પાકિસ્તાન પોતાની હરકતથી ક્યારેય બાજ આવતુ નથી. પાકિસ્તાનની હલકટાઇ એટલી વધી ગઇ છે કે પીઓકેમાં વસતા કાશ્મીરીઓને એલઓસી તરફ ધકેલવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન આર્મી દ્વારા લોકોને ઘરોમાંથી કાઢીને તેના પર લાઠી ચાર્જ કરીને તેઓને જબરદસ્તી એલઓસી પર ધકેલવામાં આવી રહ્યા છે.

સ્થાનિકો અને પાકિસ્તાની ફોજ અત્યારે આમને સામને આવી ગઇ છે તેના આ દ્રશ્યો છે. દ્રશ્યોમાં જોઇ શકો છો કે એલઓસી પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે તેમને જબરદસ્તી ધકેલવામાં આવી રહ્યા છે જેથી કરીને ભારતીય આર્મી આ લોકો પર એકશન લે અને તેની નોંધ હાલમાં ચાલી રહેલી યુ.એનની મિટીંગમાં લેવાય.

આ એક આડકતરી રીતે પાકિસ્તાન દબાણ ઊભું કરી રહ્યુ છે. પરંતુ સ્થાનિકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને લોકો પર ગુજરતા અત્યાચારના વિડીયો સોશિયલ મિડીયા પર મુકવામાં આવી રહ્યા છે. આંતકવાદીઓને છાવરતું પાકિસ્તાન પોતાની આ હરકતથી તેની હલકટાઇ બતાવી રહ્યુ છે.

Tags:

Leave Comments