પ્રધાનમંત્રી મોદીનો ભૂતાન પ્રવાસનો આજે બીજો દિવસ

August 18, 2019 530

Description

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભૂતાનમાં રોયલ વિશ્વવિદ્યાલયના સ્ટુડન્ટોને સંબોધિત કર્યા હતા. જ્યાં રોયલ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યુ કે, હું આજે ભૂતાનના ભવિષ્યની સાથે છું.

તમારી ઉર્જા અનુભવી શકું છું. હું ભૂતાનના ઈતિહાસ, વર્તમાન કે ભવિષ્યને જોવું છું તો મને દેખાય છે કે ભારત અને ભૂતાનના લોકો એકબીજાની ઘણી પરંપરાઓ સમજે છે.

ભારત ગરીબીને ઝડપથી ખત્મ કરી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણની ગતિ પણ બે ગણી થઈ છે. ભારત વિશ્વનો સૌથી મોટો હેલ્થકેર પોગ્રામ આયુષ્માન પણ ભારત ચલાવી રહ્યું છે. સાથે જ ભારત સસ્તા ડેટા કનેક્શન વાળો દેશ છે. અમારો દેશ સ્ટાર્ટઅપના વિશ્વમાં સૌથી મોટા નેટવર્ક વાળો દેશ છે.

Leave Comments