અમેરિકાનાં દક્ષિણ અને ઉત્તરનાં રાજ્યો તેમજ મિડવેસ્ટમાં તોફાની વાવાઝોડું

January 13, 2020 860

Description

અમેરિકાનાં દક્ષિણ અને ઉત્તરનાં રાજ્યો તેમજ મિડવેસ્ટમાં તોફાની વાવાઝોડું ત્રાટક્યું હતુ. ભારે પવન સાથે વરસાદ અને બરફનાં તોફાને મચાવેલા તાંડવમાં ૧૧ લોકોનાં મોત થયા છે.

નેશનલ વેધર સર્વિસ દ્વારા કલાકનાં ૨૧૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરાઈ હતી. શિકાગો અને તેની આસપાસનાં વિસ્તારોમાં રવિવાર બપોર સુધી હિમવર્ષાનું તોફાન રહેવાની આગાહી કરાઈ હતી.

તોફાનની સૌથી વધુ ખરાબ અસર ટેક્સાસ, ઓક્લાહોમા, શિકાગો અને ડલાસ રાજ્યમાં થઈ હતી. કેટલાક સ્થળે ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, શિકાગોનાં બે એરપોર્ટ પરથી ૧૨૦૦ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી.

ઓક્લાહોમા અને આર્કાન્સાસમાં પૂરની સ્થિતિ હતી અને કેટલાક હાઈવે બંધ કરવા પડ્યા હતા. તો આર્કાન્સાસમાં સ્ટેટ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી, હાઈવે પર તોફાની પવનને કારણે ઠેરઠેર વૃક્ષો પડી ગયા હતા અને વાહનો ખેંચાઈને રસ્તાની એક બાજુ ફંગોળાયા હતા.

હજારો મકાનોને ભારે નુકસાન થયું હતું. ર્જ્યોર્જિયા, ટેક્સાસ અને ઓહાયો સહિતના અનેક વિસ્તારમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો. ટેનેસી કે જ્યાં સૌથી વધુ લોકો રહે છે ત્યાં હજારો વૃક્ષો પડી ગયા હતા અને મકાનોને નુકસાન થયું હતુ. શિકાગો અને તેની આસપાસનાં શહેરોમાં જ્યાં જુઓ ત્યાં બરફ છવાયો હતો.

Leave Comments