ગુજરાતી મૂળના આફ્રિકાના સૌથી યુવા અબજોપતિનું અપહરણ

October 12, 2018 2300

Description

મુળ ગુજરાતી અને આફ્રિકાના સૌથી યુવા અબજોપતિ બિઝનેસમેન મોહમ્મદ દેવજીનું અપહરણ થતા ખળભળાટ મચ્યો છે. 11 ઓક્ટોમ્બરે દેવજી પોતાના રૂટિન મુજબ સવારે જીમમાં કસરત માટે જતા હતા. ત્યારે દારે-એ-સલામમાં હોટેલના જીમની બહારથી જ કેટલાક બુકાનીધારીઓએ બંધુકની અણીએ દેવજી મોહમ્મદનું અપહરણ કર્યું હતું.જો કે સમયે દેવીજ સાથે કોઇ જ સુરક્ષાગાર્ડ નહોંતા. હાલ આ ઘટનાને લઇને ત્રણ સંદિગ્ધ લોકોની ધરપકડ કરાવમા આવી છે. જેમાં બે અપહરણકર્તા વિદેશી હોવાનું જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે ફોર્બ્સની યાદીમાં મોહમ્મદ દેવજીની તાન્ઝાનિયાનો એક માત્ર અબજોપતિ છે જેની સંપત્તિ 1.5 અબજ ડોલર છે. દેવજીના માતા પિતા ગુજરાત છોડી તાન્ઝાનીયામાં 1970માં MELT કંપની સ્થાપના કરી હતી. તો વર્ષ 2016માં દેવજી મોહમ્મદે પોતાની અડધી સંપત્તિ દાન કરવાનો નિર્ણય કર્યો હતો. હાલ આ ચકચારી ઘટનાથી ખળભળાટ મચ્યો છે.

Leave Comments