અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિઝાને લગતા વધુ કેટલાક નિયમો કડક કર્યા

January 24, 2020 1880

Description

અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વિઝાને લગતા વધુ કેટલાક નિયમો કડક કર્યા છે. આ નિયમો હેઠળ એવી મહિલાઓએ વિઝા મેળવવા મુશ્કેલ બનશે, જે ગર્ભવતી છે અને ફક્ત બાળકને જન્મ આપવા જ અમેરિકા જવા ઈચ્છે છે. નવા નિયમો હેઠળ ગર્ભવતીઓ માટે ટુરિસ્ટ વિઝા પર પ્રવાસ કરવો પણ અઘરો બનશે.

આ નિયમોમાં કહેવાયું છે કે, ગર્ભવતીઓએ વિઝા હાંસલ કરવા માટે કાઉન્સિલર ઓફિસરને સમજાવવું પડશે કે, અમેરિકા આવવાનું તેમની પાસે વાજબી કારણ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ખાસ કરીને જન્મજાત નાગરિકતાના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે.

આ નિયમો હેઠળ બિનઅમેરિકન બાળકોને અમેરિકામાં જન્મ લેતાની સાથે જ નાગરિકતા મળી જાય છે. અમેરિકન સરકારના જણાવ્યાનુસાર, અમેરિકા સહિતના અનેક દેશોમાં બર્થ ટુરિઝમ ખૂબ ફૂલ્યું ફાલ્યું હતું.

અમેરિકન કંપનીઓ આ માટે જાહેરખબરો પણ આપતી. આ માટે હોટલ રૂમ અને આરોગ્ય સુવિધા માટે કેટલીક કંપનીઓ તો 80 હજાર ડૉલર સુધીની વસૂલાત કરતી. રશિયા અને ચીન જેવા દેશોની અનેક મહિલાઓ ફક્ત બાળકને જન્મ આપવા અમેરિકા આવતી. જોકે, ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી આવી અનેક ખામી સામે કડક પગલાં લીધા છે. સેન્ટર ફોર ઈમિગ્રેશન સ્ટડીઝ પ્રમાણે, એકલા 2012માં જ 36 હજારથી વધુ વિદેશી મહિલાઓએ અમેરિકામાં બાળકોને જન્મ આપ્યો હતો.

 

 

 

Leave Comments