પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ બની ખરાબ

January 23, 2020 770

Description

પહેલેથી ભીખના કટોરામાં ભીખ નહીં મળવાને કારણે વૈશ્વિક ભિખારી પાકિસ્તાનમાં લોટની ભારે અછતને કારણે લોકોને ખાવા માટે રોટી મળવી પણ મુશ્કેલ બની રહી છે. પાકિસ્તાનના ઘણાં રાજ્યોમાં નાન-રોટીની ભારે અછત સર્જાઈ છે. જો કે પ્રશાસનનો દાવો છે કે લોટ અને ઘઉંની અછત નથી. પરંતુ આ સંકટને જાણીજોઈને ઉભું કરવામાં આવ્યું છે.

કફોડી આર્થિક સ્થિતિ માટે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના મંચનો ઉપયોગ કરીને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાને વિક્ટિમ કાર્ડ ખેલતા સંબંધોમાં તણાવને ટાંકી દોષનો ટોપલો ભારત પર ઢોળ્યો છે.

ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે અને આતંકવાદ બંધ કરીને પાકિસ્તાને સંબંધો સુધારવાની પહેલ કરવી જોઈએ. કાશ્મીર મામલે ત્રીજા પક્ષની દખલગીરી મંજૂર નથી.

Leave Comments