અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધના સૌથી મોટા ત્રણ સમાચાર સામે આવ્યા

January 8, 2020 1355

Description

યુદ્ધના ભણકારા વચ્ચે અમેરિકા અને ઇરાન સૌથી મોટા ત્રણ સમાચાર સામે આવ્યા છે. જેમાં ઇરાને ઇરાકમાં અમેરિકી સૈન્ય મથક પર હુમલો કર્યો છે. ત્યારે યુએસ અને ગઠબંધન સેનાના બેઝ પર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો છે.

અલ અસદ અને ઈરબિલમાં સૈન્ય બેઝ પર હુમલો થયો હોવાની અમેરિકાએ પુષ્ટિ કરી છે. તો બીજી તરફ ઇરાનની રાજધાની તેહરાન સ્થિત ઇમામ ખુમૈની આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પાસે એક પેસેન્જર વિમાન ક્રેશ થઇ ગયું છે. જેમાં 170 મુસાફરોના મોત નીપજ્યા છે.

પ્લેનક્રેશની દુર્ઘટના બાદ ઇરાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રના બુશહર સ્થિત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પાસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા 4.9 હોવાનુ સામે આવ્યુ છે. બુશબર સ્થિત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કુવૈતની નજીક છે. જ્યાં ગત મહિને 26 ડિસેમ્બરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 

 

Leave Comments