આતંકવાદીઓને બિરયાની ખવડાવનારા પાકિસ્તાનને હવે પોતાની જ કરતુત પર પછતાવો થયો

October 16, 2020 1130

Description

આતંકવાદીઓને બિરયાની ખવડાવનારા પાકિસ્તાનને હવે પોતાની જ કરતુત પર પછતાવો થઇ રહ્યો છે. બીજા શાંતિ પ્રિય દેશો માટે માથાનો દુખાવો બની ચુકેલું પાકિસ્તાનની સ્થિતિ બદ્દથી બદ્દતર થતી જઇ રહી છે. શિક્ષા, રોજગાર, કાયદો વ્યવસ્થામાં તો, આમ પણ પછાત હતું અને હવે પોતાના જ આતંકીઓ પોતાના પર જ પ્રહાર કરી રહ્યા છે. એટલે કે, આતંકીઓ જ હવે પાકિસ્તાનને નિશાન બનાવી રહ્યા છે.

પાકિસ્તાન પર આ પ્રકારના હુમલાનું મુળ ચીન છે. ચીન અને પાકિસ્તાન મળીને બલુચના લોકો પર અત્યાચાર ગુજારી રહ્યા છે અને પોતાના જ આતંકીઓને પાળીને બલોચના નાગરિકો સાથે પાકિસ્તાન અન્યાય કરી રહ્યું છે તેના કારણે જ અવાર નવાર પાકિસ્તાન પર હુમલા થઇ રહ્યા છે.

Leave Comments