ગુજરાતના વ્યક્તિની એક ખાસ ઓળખ એટલે ગરબા, પણ જરા બચીને

October 16, 2020 545

Description

કહેવત છેકે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત. વિશ્વનો કોઇ પણ દેશ હોય. કોઇપણ ખુણો હોય. ગુજરાતના વ્યક્તિની એક ખાસ ઓળખ છે. એક ગુજરાતી ભોજન અને બીજુ ગુજરાતી ગરબા. કોઇપણ સંજોગ હોય કેવી પણ સ્થિતિ કેમ ન હોય ગરબા રમવા માટે ગુજરાતીઓની આતુરતા અતિ હોય છે. આ વખતે આ આતુરતાનો અંત આવી શકે તેમ નથી. આ વખતે આરાધના થશે પણ રાસ નહીં. મા ની પૂજા થશે પણ મા સાથે ગરબે રમી શકાશે નહીં.

આ નિયમ આ માર્ગદર્શિકા આ બધુ એટલા માટે કે, તહેવારની શરૂઆત થઇ ચુકી છે. અને મુળ કારણ એ છેકે, તહેવારોમાં જ લોકો સૌથી વધુ બેદરકાર થઇ રહ્યા છે અને તેનું પરિણામ આખી સોસાયટી અથવા તો, અન્ય લોકોને પણ ભોગવવું પડી રહ્યું છે. જેના કારણે કોરોના કાબુમાં લેવાની વાતો માત્ર વાતો જ રહી જાય છે.

Leave Comments