737 મેક્સ વિમાનની દુર્ઘટના મુદ્દે બોઈંગ મેક્સ વિમાન પર પ્રતિબંધ

March 13, 2019 890

Description

છ મહિનાની અંદર બોઈંગ 737 મેક્સના બે વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયા છે. જેને પગલે ભારત સહિત 45 દેશોએ બોઈંગ 737 મેક્સ વિમાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશને જણાવ્યું છે કે જ્યાં સુધી વિમાનની સુરક્ષા લક્ષી તપાસ પૂર્ણ નહી થાય તો ત્યાં સુધી વિમાનના ઉડાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં જેટ એરવેઝ અને સ્પાઈસ જેટની પાસે આ મોડલના કુલ 17 વિમાન છે. આ પહેલાં યુરોપિયન યુનિયનના રેગ્યુલેટરે પુરાં યુરોપમાં આ વિમાનો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.

વિશ્વભરમાં અત્યાર સુધીમાં 40% બોઈંગ 737 મેક્સ વિમાન ઊભા કરી દીધાં છે. ચીનની એરલાઈન્સની પાસે આ મોડલના સૌથી વધુ 97 વિમાનો છે. ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો, બ્રાઝીલ, આર્જેન્ટિના, ઈન્ડોનેશિયા, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા, મલેશિયા, સિંગાપુર, વિયેતનામ, ઓમાન, મોરક્કો, મોંગોલિયા અને દક્ષિણ કોરિયા, બ્રિટન, ન્યુઝિલેન્ડ, ફ્રાંસ, જર્મની, આયરલેન્ડ, આઇસલેન્ડ દેશોમાં વિમાનના ઉડ્ડયન પર રોક લગાવાઇ છે.

 

Leave Comments