ફ્રાન્સમાં રાફેલની રક્ષા મંત્રી રાજનાથ સિંહે શસ્ત્રપૂજા કરી

October 8, 2019 1730

Description

ફ્રાન્સે ભારતને આજે પહેલું રાફેલ ફાઇટર જેટ સોંપી દીધું છે. રાફેલને રિસીવ કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાઇસ ચીફ માર્શલ હરજિત સિંહ અરોરા ફ્રાન્સનાં બોર્ડોક્સ સ્થિત એરબેઝ પહોંચ્યા છે, જ્યાં ‘હેન્ડઑવર કાર્યક્રમ’ અંતર્ગત તેમને પહેલું રાફેલ જેટ સોંપવામાં આવ્યું છે. બાર્ડોક્સ પહોંચવા પર રાફેલનું નિર્માણ કરનારી કંપની ડસૉ એવિએશનનાં સીઈઓ એરિક ટ્રેપિયરે તેમનું સ્વાગત કર્યું.

હેન્ડઑવર કાર્યક્રમ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંબોધિત કર્યો. આ દરમિયાન તેમણે પૂર્વ ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ જૈકી શિરાજને શ્રદ્ધાંજલિ આપી જેમનું તાજેતરમાં જ નિધન થઇ ગયું છે. તેમણે કહ્યું કે, “હું ભારત સરકાર અને દેશની જનતા તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ જૈકી સિરાજને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમણે ભારત- ફ્રાન્સની વચ્ચે રણનીતિક સંબંધ સ્થાપિત કરવામાં અમારા પૂર્વ પીએમ અટલજીની સાથે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી.”

રાજનાથ સિંહે આગળ કહ્યું કે, “આજે ઐતિહાસિક દિવસ છે. આજે ભારતમાં દશેરો મનાવવામાં આવી રહ્યો છે જેને અમે ખરાબ પર સારાનાં વિજય તરીકે મનાવીએ છીએ. આજે વાયુ સેના દિવસ પણ છે. આજનો દિવસ ઘણી રીતે પ્રતીકાત્મક છે. ભારત ફ્રાન્સની સાથે 13 સપ્ટેમ્બર 2016 પર સરકારી કરાર થયો હતો. મને એ જાણીને ખુશી છે કે આની ડિલિવરી યોગ્ય સમયે થઇ રહી છે અને અમારી વાયુ સેનાની ક્ષમતામાં વૃદ્ધિ લાવશે. અમારું ફોકસ અમારી વાયુ સેનાની ક્ષમતા વધારવા પર છે.”

રક્ષા મંત્રીએ કહ્યું કે, “મને ખુશી છે કે આ સમયે મોટી સંખ્યામાં વાયુ સેના એરમેન ફ્રાન્સમાં ફ્લાઇંગ, મેન્ટેનન્સ અને લૉજિસ્ટિક્સની ટ્રેનિંગ લઇ રહ્યા છે. આશા છે કે આ ટ્રેનિંગથી તેમને ભારતમાં મદદ મળશે.” રક્ષા મંત્રીએ સાથે સાથે ડિફેન્સ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ફ્રાન્સનાં સમર્થનનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, “આશા છે કે બંને લોકશાહીવાળા દેશો આગળ પણ શાંતિ, પર્યાવરણ સ્થિરતા સહિતનાં મુદ્દાઓ પર કામ કરતા રહેશે. રાફેલમાં ઉડવું મારા માટે સમ્માનની વાત છે. રાફેલ રિસીવ કર્યા બાદ રક્ષા મંત્રી દશેરા પર થનારી પારંપરિક શસ્ત્ર પૂજા કરશે અને પછી રાફેલમાં ઉડાન ભરે. શસ્ત્ર પૂજા માટે એરબેઝ પર તૈયારીઓ કરવામાં આવી હતી.”

Leave Comments