રાફેલનો દમ

October 8, 2019 455

Description

ભારતીય સંસ્કૃતિએ આખી દુનિયામાં શા માટે ગૌરવાન્વિત દ્રષ્ટીએ નિહાળવામાં આવે છે તેનું ઉદાહરણ આજે દેશને મળી ગયું. એક તરફ ફ્રાન્સમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ રાફેલનું પૂજન કરી રહ્યા હતા. તો બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં રાવણનું દહન કર્યું…

ફ્રાન્સમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ લડાકૂ વિમાન સોંપાયુ… વિજયાદશમીના પ્રસંગે વાયુસેના દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંહને ફ્રાન્સના બોર્દોમાં દસોલ્ટ કંપનીએ પહોચીને ડિલિવરી લીધી…. રાફેલ વાયુસેનાને મળ્યા બાદ એર ફોર્સની ક્ષમતામાં વધારો થશે…. રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થયું. દરેક ભારતીય તેના સાક્ષી બન્યા. રાજનાથ સિંહે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રોની સાથે પણ મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત 35 મિનિટ જેટલી ચાલી હતી… વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ એચએસ અરોરા પણ રક્ષા મંત્રીની સાથે હાજર રહ્યા હતા. રાજનાથ સિંહ ત્રણ દિવસની ફ્રાન્સની મુલાકાતે છે. ભારત ફ્રાન્સની સાથે સંબંધો મજબૂત કરવા માટે ઉત્સુક છે. તાજેતરના વર્ષોમાં ભારત-ફ્રાન્સના દ્વીપક્ષીય સંબંધો મજબૂત થયા છે. બંને દેશો તરફથી સંબંધોને વધારે સારા કરવાનો પ્રયત્ન કરવાનો છે..

ભારતને આજે ફ્રાન્સમાં પહેલું રાફેલ વિમાન નંબર મળશે… ત્યારે આવો એશિયાના આ ત્રણ દેશોના આધુનિક હથિયારોની તુલના જોઈએ.

 

Leave Comments