પ્રિન્સ હેરી અને પત્ની મેગન મર્કેલે રોયલ ફેમિલી છોડવાનો કર્યો નિર્ણય

January 12, 2020 1235

Description

બ્રિટિશ શાહી પરિવારના વરિષ્ઠ સદસ્યો પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કેલે રોયલ ફેમિલી છોડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ મીડિયાના એક વર્ગે તેમ ની વિરુદ્ધ કઠોર શબ્દોનો ઉપયોગ કર્યો છે.

હવે અમેરિકન અખબારના એક અહેવાલમાં બ્રિટનના કેટલાક અશ્વેતોના દાવાને ટાંકવામાં આવ્યા છે કે મેગનને તેમની સ્કિનના કલરને કારણે નિશાન બનાવવામાં આવ્યા છે. તેની સાથે જ મેગનના શાહી પરિવાર છોડવાની પાછળના કારણમાં રંગભેદને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.

Leave Comments