કંગાળ પાકિસ્તાન વિદેશી રોકાણ મેળવવા નર્તકીઓના સહારે

September 9, 2019 380

Description

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કેટલી કફોડી છે, તે આખી દુનિયા જાણે છે. કંગાળ પાકિસ્તાન વિદેશી રોકાણ મેળવવા હવે બેલી ડાન્સરોના સહારે છે. જેના સાક્ષી છે આ દ્રશ્યો. પાકિસ્તાને પોતાની કંગાળ અર્થવ્યવસ્થાને સુધારવા માટે અઝરબૈજાનના પાટનગર બાકુમાં ખૈબર પખ્તૂનખ્વા ઈનવેસ્ટમેન્ટ સમિટ યોજી હતી.

આ સમિટમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે બેલી ડાન્સર્સ બોલાવવામાં આવી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનની આ હલકી કક્ષાની હરકત જોઈને લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં યુઝર્સ કહી રહ્યા છે કે એક દેવાળિયા અને આતંકવાદી દેશ પાસેથી અમે વધું શું આશા રાખી શકીએ. પાકિસ્તાનના મીડિયાએ આ બેલી ડાન્સને ઈમરાન ખાનનું નવું પાકિસ્તાન ગણાવ્યું છે.

આ ઈનવેસ્ટમેન્ટ સમિટ સરહદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ચારથી આઠ સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી. જો કે પાકિસ્તાનને કદાચ ખબર નથી કે વિદેશી રોકાણકારો દેશની આર્થિક સ્થિતિ જોઈને રોકાણ કરતા હોય છે, આવા તાયફા જોઈને નહીં.

Leave Comments