ભાગેડુ વિજય માલ્યાને કોર્ટે આર્થિક ભાગેડું ગુનેગાર જાહેર કર્યો

January 5, 2019 1280

Description

ભારતની અનેક બેંકોમાંથી 9,000 કરોડ રૂપિયાથી વધુની લોન લઇને છૂમંતર થયેલા વિજય માલ્યાને સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ કોર્ટે આર્થિક ભાગેડું ગુનેગાર જાહેર કર્યો છે. વિજય માલ્યાને આર્થિક ભાગેડું જાહેર કર્યા બાદ હવે સરકારને તેની સંપત્તિઓ જપ્ત કરવાનો અધિકાર મળી શકશે.

એટલું જ નહીં, પીએમએલએ કોર્ટે વિજય માલ્યાની અપીલ કરવા માટે અમુક સમય આપવાની માંગને પણ નકારી દીધી હતી. તમને જણાવી દઇએ કે, વિજય માલ્યાને લંડનની વેસ્ટમિન્સટર કોર્ટે બ્રિટેન સરકારને ભારતને સોંપવાનો આદેશ કર્યો છે.

આર્થિક ભાગેડું કોણ?

નવા અધિનિયમ હેઠળ જેણે આર્થિક ભાગેડું જાહેર કરવામાં આવે છે, તેની સંપત્તિ તાત્કાલિક રીતે જપ્ત કરવામાં આવે છે. આર્થિક ભાગેડુ તે હોય છે જેના વિરુદ્ધ સૂચિબદ્ધ ગુનાઓ માટે ધરપકડ કરવા માટેનું વૉરેન્ટ જાહેર કરવામાં આવ્યું હોય છે. સાથે એવો વ્યક્તિ કે તે ભારત છોડી ચૂક્યો હોય, જેથી અહીંના ગુનાઓ અને કલમોથી બચી શકે અથવા તો તે વિદેશમાં હોય અને તે કાર્યવાહીથી બચવા માટે ભારત આવવા માટે મનાઇ કરી રહ્યો હોય. આ અધ્યાદેશ હેઠળ 100 કરોડ રૂપિયાથી વધુની છેતરપીંડી, ચેક બાઉન્સ અને લોન ડિફોલ્ટના કેસમાં આવતા હોય.

ભારે દેવામાં ડૂબેલી એરલાઇન્સ કિંગફિશરના માલિક વિજય માલ્યા પર આરોપ છે કે તે ઘણી બેંકો પાસેથી લગભગ 9,990 કરોડ રૂપિયાની લોન લઇને ફરાર છે. હાલ માલ્યા લંડનમાં છે અને તેને ભારતને સોંપવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. માલ્યા પર કેસ ભારત સરકાર તરફથી સીબીઆઈ અને ઈડીએ કર્યો હતો.

Leave Comments