નવાઝ શરીફના પત્ની કુલસુમનું લંડનમાં નિધન, પાક.ની જેલમાં બંધ છે પૂર્વ PM

September 11, 2018 815

Description

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના પત્નિ કુલસુમ નવાઝનું નિધન થયું છે. કુલસુમ નવાઝનું લંડનની હોસ્પિટલમાં ચાલી સારવાર ચાલી રહી હતી. સોમવારે કુલસુમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓની 68 વર્ષની ઉંમર હતી.

કુલસુમના મોતની પુષ્ટિ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શહબાઝ શરીફ અને નવાઝ શરીફના દિકરાએ કરી છે. કુલસુમ નવાઝની સારવાર જૂન 2017થી લંડનની હાર્લે સ્ટ્રીય ક્લિનિકમાં ચાલી રહી હતી. હાલમાં નવાઝ શરીફ અને તેમની દિકરી રાવલપંડીની એક જેલમાં સજા ભોગવી રહ્યા છે.

Leave Comments