પાકિસ્તાનને જબરદસ્ત ઝાટકો, દુનિયાના સૌથી શક્તિશાળી સંગઠને કર્યું બ્લેકલિસ્ટ

August 23, 2019 1175

Description

પાકિસ્તાનની અત્યારે એવી હાલત છે કે હાથના કર્યા હૈયે વાગ્યા. લોનના સંકટથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનને એક મોટો ઝાટકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદને ફંડિંગ કરનાર પર નજર રાખનાર સંસ્થા ‘ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF) એ તેને ડાઉનગ્રેડ કરીને બ્લેક લિસ્ટમાં નાંખી દીધી છે.’ FATF એ ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગને રોકવામાં અસમર્થ રહેવા પર પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાંખી દીધું છે. આની પહેલાં FATF એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દીધું હતું.

ભારતીય અધિકારીઓએ કહ્યું કે એફએટીએફના એશિયા પ્રશાંત ગ્રૂપે વૈશ્વિક માપદંડોને પૂરા નહીં કરતા પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાંખી દીધું છે. એફએટીએફ એ કહ્યું કે મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા 40 માપદંડોમાંથી 32ને પાકિસ્તાને પૂરા કર્યા નથી. તેને જોતા એફએટીએફ એ પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાંખી દીધું છે.

બ્લેક લિસ્ટ થયા બાદ હવે પાકિસ્તાનને દુનિયામાં લોન લેવામાં વધુ મુશ્કેલી પડશે. આપને જણાવી દઇએ કે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ શુક્રવારના રોજ કહ્યું કે પાકિસ્તાન ટેરર ફંડિંગ પર પોતાના એકશન પ્લાનને પૂરો કરવામાં નિષ્ફળ રહ્યું છે. ફ્લોરિડાના ઓરલેન્ડોમાં આયોજીત બેઠકમાં સમાપન પર એક નિવેદનમાં એફએટીએફ એ ચિંતા વ્યકત કરી છે કે ‘માત્ર પાકિસ્તાન જાન્યુઆરીની સમય મર્યાદાની સાથે પોતાના એકશન પ્લાનને પૂરું કરવામાં નિષ્ફળ રહી નથી પરંતુ તે મે 2019 સુધી પણ પોતાની કાર્ય યોજનાને પૂરી કરવામાં નિષ્ફળ રહી છે.’

એફએટીએફ એ ‘કડકાઇ’થી પાકિસ્તાનને ઑક્ટોબર 2019 સુધીમાં પોતાના એકશન પ્લાનને પૂરું કરવાનું કહ્યું હતું. પાકિસ્તાન છેલ્લાં એક વર્ષથી FATFના ગ્રે લિસ્ટમાં છે અને તેને FATFથી ગયા વર્ષે જૂનમાં એન્ટી-મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ મિકેનિઝ્મને મજબૂત બનાવા માટે તેની સાથે કામ કરવાનું વચન આપ્યું હતું. તે સમયે નક્કી સમય મર્યાદાની અંદર 10-પોઇન્ટ એકશન પ્લાન પર કામ કરવાની સહમતિ બની હતી. એકશન પ્લાનમાં જમતા-ઉદ-દાવા, ફલાહી-ઇંસાનિયત, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ , હક્કાની નેટવર્ક અને અફઘાન તાલિબાન જેવા આતંકવાદી સંગઠનોના ફંડિંગ પર કાબૂ લગાવા જેવા પગલાં સામેલ હતા.

Leave Comments