વિવાદીત જંતુનાશક કંપની મોન્સાન્ટોને 145 અબજનો દંડ ફટકારાયો

May 15, 2019 515

Description

કૃષિ ઉત્પાદનો બનાવતી મોન્સેન્ટો કંપનીને યુએસની કેલિફોર્નિયા કોર્ટે રૂ. 145 અબજનો દંડ ફટકાર્યો છે. કંપનીના નિંદામણ નાશક કેમિકલ ગ્લીફોસેટમાં કેન્સરકારક દ્રવ્ય હોવાની માહિતી છુપાવવા બદલ કોર્ટે કંપનીને તગડો દંડ ફટકાર્યો છે.

કેલિફોર્નીયાના વૃદ્ધ દંપતી આવ્લા અને આલ્બર્ટોએ કંપની સામે કેસ કર્યો હતો. જે બાદ કોર્ટે કંપનીને રૂ. 145 અબજનો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે અગાઉ વર્ષ 2018માં પણ કોર્ટે કંપનીને મોટો દંડ ફટકાર્યો હતો. ત્યારે ફરી એકવાર કંપની વિવાદમાં આવી છે.

Leave Comments