USના ટાઇમ મેગેઝીનના કવર પેજ પર PM મોદીની તસવીર છપાઈ

May 10, 2019 1235

Description

ચૂંટણીના અંતિમ તબક્કાઓ બાકી છે એ પહેલા અમેરિકાના પ્રખ્યાત ટાઇમ મેગેઝીનના કવર પેજ પર પ્રધાનમંત્રી મોદીની તસવીર છાપવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ હતી કે, આ કવર પર પ્રધાનમંત્રી મોદીને ડીવાઇડર ઇન ચીફ એટલે કે દેશને બાંટનારા મુખ્ય વ્યક્તિ તરીકે દર્શાવવમાં આવ્યા છે.

સાથે જ મેગેઝીને એવો સવાલ પણ કરી દિધો છે કે શું દુનિયાના સૌથી મોટા લોકતંત્રએ મોદીને ફરી પાંચ વર્ષ સુધી તક આપવી જોઇએ ? પ્રધાનમંત્રી મોદીના આવા વિવાદીત કવરપેજવાળા મેગેઝીનની આ આવૃતિ 20 મે 2019ના રોજ જાહેર કરવામાં આવશે.

આ સ્ટોરીના લેખકે લખ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીએ 5 વર્ષમાં હિંદુ-મુસ્લિમોમાં ભાઇચારો વધારી શકાય એવું કે પણ કાર્ય નથી કર્યું… તો સાથે સાથે મેગેઝીનમાં રાષ્ટૃવાદના નામ પર વોટ માંગવાના તેમજ મોબ લિંચિંગ અને ગાય વિષે પણ વાત કરવામાં આવી છે…

Leave Comments