સફળતા શબ્દના પર્યાય જેવા છે અલીબાબાના સ્થઆપક “જેક મા”

September 10, 2018 1865

Description

સફળતાના પર્યાય એવા જેક મા એ આજે તેમના જન્મદિવસના દિવસે જ કંપની અલીબાબામાંથી રીટાયરમેન્ટ લઈ લીધુ છે..મહીને 800 રૂપિયે નોકરી કરતા જેકમા આજે 3 લાખ કરોડની પ્રોપર્ટીના માલિક છે…તેમની કારકીદી ખુબજ સંધર્ષ પૂર્ણ અને પ્રેરણા દાયી રહી છે…જેકમા સૌ પ્રથમ વખત યુનિવર્સિટીમાં જોબ માટે 30 વખત એપ્લાય કર્યું હતુ જેમા દર વખત તે રીજેક્ટ થયા હતા…ભરણપોષણ માટે નોકરી કરવા ઈચ્છતા જેક મા એ તે સમયે કેએફસીમાં જોબ માટે ટ્રાય કરી હતી જેમાં 24 લોકોએ અરજી આપી હતી પણ 23 લોકોનું જ સિલેક્શન થયું અને જેક મા બાકી રહી ગયા..તેમના રિટાયરમેન્ટ પહેલા આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમને વાંચવાનો બહું જ શોખ છે અને રિટાર્યમેન્ટ પછી તે સમય વાચન કરી જ વિતાવશે.શૂન્યમાંથી સર્જન કરનાર આ શખ્સ હંમેશા પોતાના નીતિ નિયમો પર ચાલ્યા છે અને દેશ તેમજ દુનિયાને પણ કઈ રીતે સફળતા મેળવી શકાય તેની જ્ઞાન પિરસ્યું છે અને 10 સિદ્ધી સર કરવાના પગથિયા પણ આપ્યાછે.. તેમનું કહેવું છે કે જીવનમાં નિષ્ફળતાતો આવશે જ પણ તેમાથી શીખ લઈ આગળ વધો અને કદી નિરાશ ન થાઓ..કદી પણ સપનાને મરવા ન દેશો કારણ કે જો તે જીવતા હશે તો જ ભવિષ્યમાં ક્યારેક પુરા થશે…જેક મા નું કહેવું છે કે તમારી કંપનીમાં જીવંત વાતાવરણ ઉભુ કરો જેથી કારણ કે તે કંપનીનું લોહી સમાન છે..તેમને ટીકાકારોને સાંભળવાની સલાહ આપી છે અને બાદમાં તેને મન પર ન લેવાનું સુચન પણ કર્યું છે…તેમને જેમ ફિલ્મ જોઈ પ્રેરણા મળતી તે જ રીતે લોકોને પણ પોતાની રૂચી વાળી વસ્તુમાંથી પ્રેરણા લઈ આગળ વધવાનું કહ્યું..જેક મા હંમેશા કહે છે કે તમને બરાબર યાદ હોવુ જોઈએ કે તમારો જન્મ શા માટે થયો છે..

Leave Comments