વર્લ્ડકપમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય

June 9, 2019 1085

Description

વર્લ્ડ કપ 2019માં ભારતીય ક્રિકેટ ટીમે જબરદસ્ત પ્રદર્શન કરતા પોતાની બીજી મેચમાં ઑસ્ટ્રેલિયા સામે ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે પોતાના શાનદાર પરફોરમન્સથી ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો છે. કોહલી બ્રિગેડ સામે કાંગારૂઓ પસ્ત, 36 રને ભારતનો રોમાંચક વિજય મેળવ્યો છે.

આઈસીસી વિશ્વ કપ 2019ની 14મી મેચ ઑવલનાં કેનિંગ્ટન મેદાન પર ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ. ભારતે આ મેચમાં ઑસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો છે અને વર્લ્ડ કપ 2019માં પોતાની બીજી પણ જીતી લીધી છે. ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઑવરમાં 5 વિકેટે 352 રન બનાવ્યા હતા, જેનો પીછો કરતા ઑસ્ટ્રેલિયા 316 રને ઑલઆઉટ થઈ ગયું હતુ.

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે રવિવારનાં રોજ ઑસ્ટ્રેલિયા સામે 352/5 રનનો સ્કૉર બનાવ્યો હતો. વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે આ ભારતનો જ નહીં, પરંતુ કોઈપણ ટીમનો સૌથી મોટો સ્કોર છે. ભારત તરફથી શિખર ધવને 117 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 82 અને રોહિત શર્માએ 57 રનની ઇનિંગ રમી હતી.

ભારતે લંડનનાં ઑવલમાં રમાયેલી આ મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ઑપનર શિખર ધવન અને રોહિત શર્માએ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. આ બંનેએ 22.3 ઑવરમાં 127 રનની ભાગેદારી નોંધાવી હતી. રોહિત શર્માનાં આઉટ થયા બાદ શિખર ધવન અને વિરાટ કોહલીએ ભારતનો સ્કોર 220 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની જોડીએ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 300ને પાર પહોંચાડ્યો હતો. હાર્દિક પંડ્યા 27 બૉલમાં 48 રન ફટકારીને આઉટ થયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 14 બૉલમાં 27 રનની ઇનિંગ રમી હતી.

Leave Comments