જાપાનમાં વરસાદે જબરજસ્ત કહેર વરસાવ્યો, 179 લોકોનો લીધો ભોગ

July 11, 2018 485

Description

જાપાનમાં વરસાદે જબરજસ્ત કહેર વરસાવ્યો છે. વરસાદ, પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 179 થઈ ગયો છે. તો સ્થાનીક મીડિયાનાં જણાવ્યાનુસાર અનેક લોકો હજુ સુધી લાપતા છે. મળતી માહિતી અનુસાર ત્રણ દશકા બાદ આવેલી પ્રાકૃતિક આપદા લોકો માટે કહેર બની છે.

ગત અઠવાડિયે પશ્ચિમ જાપાનમાં ભયંકર વરસાદ બાદ આવેલા પૂર અને ભુસ્ખલનને કારણે અનેક બિલ્ડીંગો ધ્વંસ્ત થઈ ગઈ હતી. સેંકડો લોકોના મોત થયા છે. તો બચાવ ટુકડીઓ ઘરે-ઘરે જઈને પીડિતોને શોધી રહ્યાં છે. અને તેમની મદદ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી શિંજો આબે પણ પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે.

Leave Comments