ઇસ્લામાબાદમાં હિન્દુ સમુદાયે મંદીર બનાવવાની કરી માંગણી

January 13, 2020 755

Description

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં રહેતા હિન્દુ સમુદાયે ઇસ્લામાબાદમાં જ મંદીર બનાવવાની માંગણી ફરી એકવાર ઉઠાવી છે. ઇસ્લામાબાદ હિન્દૂ પંચાયત તરફથી આ માગણી કરવામાં આવી છે. ઇસ્લામાબાદના અધિકારીઓને પણ મંદીર નિર્માણ માટે સહયોગની અપીલ પણ કરી છે.

તો સાથે સાથે હિન્દુ પંચાયતે પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ મંદીર માટે મદદ આપવાનો આગ્રહ કર્યો છે. હિન્દૂ પંચાયતના કહેવા પ્રમાણે હિન્દુ સમુદાયનો આ સંવૈધાનિક હક છે કે તેમનું મંદીર હોય. ઇસ્લામાબાદમાં લગભગ 3 હજાર હિન્દુ પરિવારો રહે છે.

2016માં પાકિસ્તાનના રાજધાની વિકાસ પ્રાધિકરણે રાજધાનીના સેક્તર એચ-9માં મંદીર માટે જમીન પણ આપી હતી તો એન.ઓ.સી. પણ જાહેર કરી દિધું હતું. ત્યારે હવે હિન્દુ સમુદાય માટે મંદીર પરિસરમાં જ સામાજીક કાર્યો માટે એક હૉલ તેમજ સ્મશાન ગૃહનો પ્રસ્તાવ પણ આપવામાં આવ્યો છે.

Leave Comments