અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બૂશનું 94 વર્ષની વયે નિધન

December 1, 2018 1295

Description

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ ડબલ્યૂ બુશનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારે આજે આ બાબતની જાણકારી આપી હતી. સીનિયર બુશે શીત યુદ્ધની સમાપ્તિ બાદ અમેરિકાની આગળ વધવામાં ખુબ જ મદદ કરી હતી.

સિનિયર બુશનીએ પત્ની બારબરા બુશનું પણ આ વર્ષે જ 17 એપ્રિલે જ 92 વર્ષની ઉંમર નિધન થયું હતું. જ્યોર્જ એચ, ડબ્લ્યૂ બુશ અમેરિકાના 41માં રાષ્ટ્રપતિ હતા. તેઓ 1989 થી 1993 સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યાં. આ અગાઉ તેઓ 1981 થી 1989 સુધી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યાં હતાં. તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ જે પાર્ટીના સભ્ય છે રિપબ્લિકન પાર્ટી સાથે સંબંધ ધરાવતા હતાં.

Leave Comments