રક્ષામંત્રી રાજનાથસિંહે રાફેલ યુનિટની લીધી મુલાકાત

October 8, 2019 1400

Description

આજે ભારતને દુનિયાના સૌથી ઘાતકમાંનુ એક યુદ્ધ વિમાન રાફેલ મળશે. ખુદ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ફ્રાંસ પહોંચ્યા હતાં. આજે દશેરાના દિવસે જ રાફેલ ભારતીય વાયુસેનાના ભાથામાં ઉમેરાશે. રાફેલ રિસિવ કરવા જતા પહેલા રાજનાથ સિંહ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમ્યુનેલ મેક્રોનને મળ્યાં હતાં.

આજે દશેરા નિમિત્તે રાફેલ યુદ્ધ વિમાનની શસ્ત્રપુજા પણ કરવામાં આવશે. રાજનાથ સિંહ પોતે જ રાફેલમાં સવાર થઈને ઉડાન ભરશે. ભારત ફ્રાંસ પાસેથી કુલ 36 રાફાલ યુદ્ધ વિમાન ખરીદવા જઈ રહ્યું છે.

પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. દરેક ભારતીય તેના સાક્ષી બનશે. રાજનાથ સિંહે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પણ કરી છે. વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ એચએસ અરોરા પણ રક્ષા મંત્રીની સાથે હશે.

રાજનાથ સિંહ ત્રણ દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે. તેમણે ટ્વિટર પર જાણકારી આપતા કહ્યું હતું કે -ભારત ફ્રાન્સ સાથે સંબંધો મજબૂત કરવા ઉત્સુક છે. તાજેતરના વર્ષોમાં ભારત-ફ્રાન્સના દ્વીપક્ષીય સંબંધો મજબૂત થયા છે. બંને દેશો તરફથી સંબંધોને વધારે સારા કરવાનો પ્રયત્ન કરવાનો છે.

રાજનાથ ફ્રાન્સમાં પણ કરશે શસ્ત્ર પૂજા

પાયલટ અને અધિકારીઓના ટ્રેનિંગ બાદ મે, 2020માં રાફેલ ભારતને મળવા લાગશે. આજે વિજયાદશ્મીના તહેવારે રાજનાથ સિંહ ફ્રાન્સમાં જ શસ્ત્ર પૂજા કરશે. સાથે જ રાફેલ લડાકુ જેટમાં પણ ઉડાન ભરશે.

Leave Comments