નેપાળના PM ઓલીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જેમાં ભારતીય વિસ્તારોને પોતાના ગણાવ્યા છે. નેપાળી PM એ નિવેદન બાદ કહ્યુ તે વિસ્તારોને પરત મેળવશે. તથા નેપાળના વિદેશમંત્રી 14મી જાન્યુઆરીએ ભારતની મુલાકાત કરશે. જેમાં ભારતની મુલાકાત દરમિયાન ચર્ચા થઇ શકે છે.
ગુજરાતમાં વેક્સિનેશનનું 88 ટકા લક્ષ્ય પૂર્ણ થયુ છે. જેમાં કોરોના કવચમાં આંધ્ર – કર્ણાટક ટોપ પર છે. તેમાં રસીકરણમાં ભારત દુનિયામાં 8મા ક્રમે છે. તેમજ વસતીના પ્રમાણમાં વેક્સિનમાં અમેરિકા અવ્વલ છે. તથા ભારતમાં 12.97 લાખ લોકોને વેક્સિન અપાઇ છે. તેમજ ગુજરાતમાં 47 હજાર વૉરિયર્સને રસી અપાઇ છે.
ખેડૂત આંદોલનને હિંસક બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં ખેડૂતોની વચ્ચેથી એક શંકાસ્પદ ઝડપાયો છે. તેમાં ચહેરા પર નકાબ લગાવીને કેમેરા સામે રજૂ કર્યો છે. જેમાં ખેડૂતોએ જ શંકાસ્પદને ઝડપીને પોલીસના હવાલે કર્યો છે.
દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થઇ છે. જેમાં સોનિયા ગાંધી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. તેમાં નવા અધ્યક્ષની ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા થશે. તથા ખેડૂત આંદોલન મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે.
કર્ણાટકના શિમોગામાં ભેદી ધડાકો થયો છે. જેમાં 8 વ્યક્તિના મોતની આશંકા છે. તેમાં CM યેદિયુરપ્પાનું હોમ ટાઉન શિમોગા છે. વિસ્ફોટ શિમોગાથી 5-6 KM દૂર થયો છે. પોલીસે ધડાકા વાળા વિસ્તારની ઘેરબંધી કરી છે. જેમાં ડાઇનામાઇટનો ધડાકો હોવાની આશંકા છે.
કોરોના સામેની લડાઈમાં રસી બનાવવાનું કામ કરી રહેલી પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે છે. સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના ટર્મિનલ 1 ગેટ પર આગ લાગી ગઈ છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. […]
વેક્સીનેશન (Vaccination)ના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને તમામ મુખ્યમંત્રીઓને કોરોના રસી (Corona Vaccine) આપવામાં આવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી અપાશે. રસીને લઇ મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી, બીજા તબક્કામાં તમામને વેક્સીનેશન કરાવી દેવાશે જે પણ 50 વર્ષની ઉપર હશે.
Leave Comments